1. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? જવાબ : નકશો.
2. કોની મદદથી જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે? જવાબ :નકશાની
3. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ : કોલકાતામાં.
4. NATMOનું પૂરું નામ શું છે? જવાબ : નેશનલ એટલાસ એન્ડ થીમેટીક મેપ ઓર્ગેનાઈઝેશન
5. રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : કથ્થાઈ
6. રંગીન નકશાઓમાં જંગલો અને વનસ્પતિ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : લીલો.
7. રંગીન નાકશાઓમાં મેદાન પ્રદેશ દર્શાવવા કયો રંગ વપરાય છે.?જવાબ : પીળો.
8. MAP શબ્દ મૂળ ક્યાં લેટીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ : MAPPA અથવા MAPPA-MUNDI
9. ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? જવાબ : ઇતિહાસ.
10. તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે? જવાબ : પાંડુ.
11. ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે? જવાબ : અભિલેખો.
12. શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે? જવાબ : પાટણ
13. ડીસેમ્બર, ૨૦૦૦મા લગભગ તમામ વર્તમાનપત્રોમાં ૨૦મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રો સાથે આવીહતી. જેને કયું નામ આપવામાં આવ્યુ હતું? જવાબ : મિલેનિયમ ગેલેરી.
14. ભૂર્જ નામના વિશિષ્ઠ વૃક્ષો ક્યાં પર્વત પર થાય છે? જવાબ : હિમાલય
15. જ્યાં અભિલેખો રાખવામાં આવ્યા છે તેને શું કહે છે? જવાબ : અભિલેખાગાર.
16. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે?જવાબ : આદિવાસી
17. એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી નામની સંસ્થા કયા શહેરમાં આવેલી છે? જવાબ : અમદાવાદ
18. ભારતનું નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો છે? જવાબ : ૨
19. ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? જવાબ : ચૂંટણીમા ઉભા રહેવાનો
20. ભારતનો નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? જવાબ : દેશદ્રોહનો
21. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવવસ્તીનાં અવશેષો જોવા મળે છે? જવાબ : ૨૦ લાખ
22. કોની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો? જવાબ : ખોરાકની
23. આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે? જવાબ : ઓજારો
24. માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? જવાબ : ચક્રની
25. મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોના ચિત્રો જોવા મળે છે? જવાબ : જંગલી પશુઓના
26. નદીકિનારાના પ્રદેશો ક્યાં પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો હતા?જવાબ : લઘુ
27. નર્મદાના ખીણપ્રદેશમા આવેલી કઈ ગુફાઓમાં આદીમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે? જવાબ : ભીમબેટકા
28. આશરે કેટલા વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? જવાબ : ૧૨૦૦૦
29. પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? જવાબ : વિષુવવૃત
30. વિષુવવૃતથી ૨૩.૫ ઉતરે આવેલી આડી રેખાને શું કહે છે? જવાબ : કર્કવૃત્ત
http://chavdamehul58.blogspot.in
0 comments:
Post a Comment