Part-4
STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE SEMESTER: 2
1.
મહાનગરપાલિકાના
મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ :
મ્યુનીસીપલ કમિશનર
2.
મહાનગરપાલિકાના
કમિશનરની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્ય સરકાર
3.
મહાનગરપાલિકાની
સૌથી મહત્વની સમિતિ કઈ છે? જવાબ : કારોબારી સમિતિ
(સ્ટેન્ડીંગ કમીટી)
4.
કઈ
આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને મદદ કરે છે? જવાબ
: વિશ્વબેંક
5.
ગૌતમ
બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
6.
સિદ્ધાર્થના
પિતાનું નામ શું હતું? જવાબ : શુદ્ધોધન
7.
સિદ્ધાર્થની
પત્નીનું નામ શું હતું? જવાબ : યશોધરા
8.
ગૌતમ
બુદ્ધ કયા સ્થળે નિર્વાણ (મૃત્યુ) પામ્યા હતા? જવાબ :
કુશીનારા
9.
ઉપનીષદના
વિચારકો પૈકી કઈ એક સ્ત્રી વિચારકનો ઉલ્લેખ થયો છે? જવાબ
: ગાર્ગી
10.
મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? જવાબ : વર્ધમાન
11.
મહાવીરનો જન્મ કયા ઉપનગરમાં થયો હતો? જવાબ : કુંડગ્રામમા
12.
વર્ધમાનની પત્નીનું નામ શું હતું? જવાબ : યશોદા
13.
વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? જવાબ : પ્રિયદર્શના
14.
મહાવીર
સ્વામીએ કેટલા વ્રત આપ્યા છે? જવાબ : પાંચ
15.
બૌદ્ધ સાધુઓ કયા નામે ઓળખાય છે? જવાબ : લામા
16.
લગભગ કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ
હતી? જવાબ : ૨૫૦૦ વર્ષ
17.
સિદ્ધાર્થનો જન્મ કયા વનમાં થયો હતો? જવાબ : લુમ્બિનીવનમાં
18.
સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહે છે? જવાબ : મહાભિનિષ્ક્રમણ
19.
ગૌતમ
બુદ્ધને પીપળાના વૃક્ષની નીચે ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? જવાબ : વૈશાખી પૂર્ણિમાની રાત્રે
20.
ગૌતમને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું તે હાલમાં
કયા નામે ઓળખાય છે? જવાબ : બુદ્ધગયા કે બોધીગયા
21.
વર્ધમાનના
પિતાનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
22.
વર્ધમાનની માતાનું નામ શું હતું? જવાબ : ત્રીશલાદેવી
23.
મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉમરે દીક્ષા લીધી
હતી? જવાબ : ૩૦ વર્ષે
24.
મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો
હતો? જવાબ : પ્રાકૃત, માગધી
25.
આજે
ગુજરાતમાં કયુ ખાણું ખુબ જ જાણીતું છે? જવાબ : કાઠીયાવાડી
26.
ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : તળપદી
27.
મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : ચરોતરી
28.
ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે? જવાબ : અખાત્રીજથી
29.
કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં
પ્રસિદ્ધ છે? જવાબ : નવરાત્રી
ગુજરાતમાં શામળાજી ખાતે કયો મેળો ભરાય છે? જવાબ : કાર્તિકી પૂનમનો
0 comments:
Post a Comment