knowledge, creative mind, Gujarat quize

Thursday, February 4, 2016

Indian legacy


આપણો સાંસ્કૃતિક વારસો

વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની ર્દષ્ટિએ સૌથી મોટો ખંડ છે.
એશિયા ખંડમાં ભારત વિસ્તાર અને  વસ્તીમાં મોટો દેશ  છે.
ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.
સિંધુ ખીણની સંસ્કૃતિ ના લોકોથી આજ દીન સુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યું છે.
ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે?
ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષિઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરેએ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે.
માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે પાયાનો તફાવત ક્યો છે?
સંકૃતિ અને સભ્યતાનો છે.
સંસ્કૃતિનો અર્થ
માનવ મનનું ખેડાણ
ગુફા થી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા.
સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ જીવનશૈલી છે.
સંસ્કૃતિમાં વિચારો, બુદ્ઘિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યો નો સમાવેશ થાય છે.
ઇતિહાસવિદો અને વિચારકોના મતે
સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી.
ભારતિય સંસ્કૃતિ ઉપયોગીતાના સંદર્ભવાળી અને વ્યવસ્થિ અને આયોજનપૂર્વકની હતી.
ભારતિય સંસ્કૃતિ સત, ચિત અને આનંદ ની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી હતી.
ભારતીય સંકૃતિનું મુખ્ય ધ્યેય
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.
ભારતિય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો
અનેક વિચાર ધારાનું સંગમર્તીથ
બીજી સંસ્કૃતિના સારા પાસાઓનો  સ્વીકાર
પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે કોઇ  પણ પ્રજા પર આક્રમણ ર્ક્યું નથી.
(1) પ્રાચીનતા અને સાતત્ય
(2) વિવિધતામા એકતા
(3) સહિષ્ણુતા
(4) આધ્યાતમિકતા અને ભૌતિક વાદનો સંગમ

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -