knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD 7 SUBJECTS: SOCIAL SCIENCE (SEM: 1) Part-1



Part-1

STANDARD 7            SUBJECTS: SOCIAL SCIENCE                         SEM: 1

1.       રાજ્યશ્રીને કોણે કેદ કરી હતી? જવાબ : દેવગુપ્તે
2.       કયા બૌદ્ધ સાધુની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજ્યશ્રીને મુક્ત કરી? જવાબ : દિવાકર મિત્ર
3.       હર્ષવર્ધન કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મપરિષદનું આયોજન કરતો? જવાબ : પ્રયાગમાં
4.       સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? જવાબ : બાણભટ્ટ
5.       હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી? જવાબ : નાલંદા
6.       હર્ષવર્ધનનાં સમયમાં વેપારને કારણે કયા શહેરમાંથી પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું? જવાબ : રોમ
7.       હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલી છઠ્ઠી ધર્મપરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી?
જવાબ : હ્યું-એન-ત્સાંગે
8.       ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? જવાબ : પુલકેશી પહેલાએ
9.       ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુમંદિર બંધાવ્યું હતું? જવાબ : મંગલેશે
10.   પુલકેશી બીજા સાથેના યુધ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થતા કાનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું? જવાબ : નર્મદા સુધી
11.   પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? જવાબ : પશ્ચિમથી પૂર્વ
12.   પૃથ્વી પર દિવસ-રાત થાય છે, કારણ કે....... જવાબ : પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.
13.   પૃથ્વી પર ઋતુઓ થાય છે, કારણ કે....... જવાબ : પૃથ્વી સુર્યની પરિક્રમા (પ્રદક્ષિણા) કરે છે.
14.   પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? જવાબ : ૨૩.૫
15.   પૃથ્વી તેની કક્ષાની સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? જવાબ : ૬૬.૫
16.   ૨૧ જુને સુર્યના કિરણો કયા વૃત પર સીધા પડે છે? જવાબ : કર્કવૃત પર
17.   ૨૨ મી ડિસેમ્બરે સુર્યના કિરણો કયા વૃત પર સીધા પડે છે? જવાબ : મકરવૃત પર
18.   દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ પ્રજાના કામ કરવા માટે કોની જરૂર પડે છે?
જવાબ : સરકારની
19.   આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે? જવાબ : સરકાર
20.   સરકારનું કયુ અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે? જવાબ : ધારાસભા
21.   સરકારનું કયુ અંગ કાયદાનો અમલ કરે છે? જવાબ : કારોબારી
22.   રાજ્ય સરકારના અંગોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ : રાજ્યપાલનો
23.   ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ : વિધાનસભા
24.   વિધાનસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ : વિધાનપરિષદ
25.   ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું? જવાબ : ગુપ્ત
26.   કયા સમ્રાટના અવસાન પછી સામંતો અને સરદારો સ્વતંત્ર શાસકો બન્યા? જવાબ : સમ્રાટ હર્ષવર્ધન
27.   સમ્રાટ હર્ષવર્ધન પછી કયા રાજાની ગણના કનોજના શક્તિશાળી શાસક તરીકે થાય છે? જવાબ : યાશોવાર્માની
28.   ચૌહાણ વંશના શાસકોએ અજમેરમાં સત્તા સ્થાપ્યા પછી કયા શહેરને રાજધાની બનાવી? જવાબ: દિલ્લીને
29.   પલ્લવ વંશના કયા રાજાને શક્તિશાળી ગણવામાં આવે છે? જવાબ : નરસિંહવર્માને
30.   કયા વંશના શાસકોએ સીલોન પર ચડાઈ કરી હતી? જવાબ : ચોલ

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -