knowledge, creative mind, Gujarat quize

Friday, March 11, 2016

STANDARD 7 SUBJECTS: SOCIAL SCIENCE ( SEM: 1) Part-3



Part-3

STANDARD 7        SUBJECTS: SOCIAL SCIENCE        SEM: 1

1.       એશિયા ખંડમાં ભારતનું સ્થાન કઈ દિશામાં છે? જવાબ : દક્ષિણ
2.       ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે? જવાબ : શ્રી લંકા
3.       વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ : સાતમું
4.       ભારતની લગભગ મધ્યમાં થઈને કયુ વૃત પસાર થાય છે? જવાબ : કર્કવૃત
5.       ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતને કેટલા ભાગોમાં વહેચવામાં આવે છે? જવાબ : પાંચ
6.       ભારતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે? જવાબ : પાકિસ્તાન
7.       ભારત તરફની હિમાલયની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? જવાબ : શીવાલીકની ટેકરીઓ
8.       ગોડવીન ઓસ્ટીન શિખરની ઊંચાઈ કેટલા મીટર છે? જવાબ : ૮૬૧૧ મીટર
9.       માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલા મીટર છે? જવાબ : ૮૮૪૮ મીટર
10.   ગંગા નદી ક્યાંથી નીકળે છે? જવાબ : હિમાલયમાંથી
11.   યમુના નદીના કિનારે વસેલું  શહેર કયુ છે? જવાબ : આગરા
12.   દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં કયુ ગિરિમથક આવેલું છે? જવાબ : મહાબળેશ્વર
13.   દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં કયું શહેર આવેલું છે? જવાબ : હૈદરાબાદ
14.   ભારતના પશ્ચિમ કિનારે કયું બંદર આવેલું છે? જવાબ : તિરુવન્તપુરમ
15.   ભારતના પૂર્વ કિનારે કયુ બંદર આવેલું છે? જવાબ : વિશાખાપટ્ટનમ
16.   ભારતના દરિયાકિનારાની લંબાઈ કેટલી છે? જવાબ : ૭૫૧૭ કિમી
17.   ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? જવાબ : કુત્બુદ્દીન ઐબક
18.   ગુલામ વંશનો ખરો સ્થાપક કોણે માનવામાં આવે છે? જવાબ : ઈલ્તુત્મીશને
19.   નસીરુદ્દીન કઈ સાલમા દિલ્લીની ગાદી પર બેઠો? જવાબ : ઈ.સ. ૧૨૪૬મા
20.   દિલ્લીની ગાદી ઉપર ખીલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ : જલાલુદ્દીને
21.   અલાઉદ્દીન ખીલજી કઈ સાલમાં દિલ્લીની ગાદી પર બેઠો? જવાબ : ઈ.સ. ૧૨૯૫મા
22.   દિલ્લીની ગાદી પર તઘલખ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ : ગ્યાસુદ્દીને
23.   કયો સુલતાન દેવગીરીમાંથી અઢળક ધન દિલ્લી લઇ ગયો હતો? જવાબ : અલાઉદ્દીન ખીલજી
24.   વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ? જવાબ : તુંગભદ્રા
25.   કયા રાજાને ફિરંગીઓ સાથે સારા સંબંધો હતા? જવાબ : કૃષ્ણદેવરાયને
26.   હસન સુલતાન બનતા તેણે પોતાના શાહી વંશનું નામ શું રાખ્યું? જવાબ : બહમની
27.   દિલ્લીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ : ખીજ્રખાને
28.   બહલોલે કઈ સાલમાં દિલ્લીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કરી? જવાબ : ઈ.સ. ૧૪૫૧ મા
29.   ઈ.સ. ૧૫૨૬મા કોણે દિલ્લી ઉપર આક્રમણ કર્યું હતું? જવાબ : બાબરે
30.   દિલ્લીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબ : બાબરે
31.   ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? જવાબ : ૧૮૨
32.   રાજયના મુખ્યમંત્રીની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્યપાલ
33.   રાજ્ય સરકારનું બીજું અંગ કયુ છે? જવાબ : કારોબારી
34.   રાજ્યના બંધારણીય વડા કોણ છે? જવાબ : રાજ્યપાલ
35.   રાજ્યના નાણાકીય ખરડા માટે કોની મંજૂરી જરૂરી છે? જવાબ : રાજ્યપાલની
36.   રાજ્યના બજેટને મંજૂરી આપવાનું કાર્ય કોણ કરે છે? જવાબ : વિધાનસભા
37.   મંત્રીમંડળના વહીવટી વડા કોણ છે? જવાબ : મુખ્યમંત્રી
38.   મંત્રીમંડળની પુનર્રચનાનું કામ કોણ કરે છે? જવાબ : મુખ્યમંત્રી
39.   રાજ્યની કામગીરી માટે નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે? જવાબ : મંત્રીમંડળ
40.   ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? જવાબ : ૨૮
41.   સંઘયાદીમા કુલ કેટલ વિષયોનો સમાવેશ થાય છે? જવાબ : ૯૭
42.   રાજ્યયાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? જવાબ : ૬૬
43.   સયુંકત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? જવાબ : ૪૭
44.   વિધાનસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? જવાબ : અધ્યક્ષ

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -