knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEM: 2) Part-5



 Part-5

STANDARD: 6            SUBJECT: SOCIAL SCIENCE              SEMESTER: 2

1.  ગુજરાતમાં શિવરાત્રીનો મેળો કયા ભરાય છે? જવાબ : ભવનાથ
2.  ગુજરાતમાં કોળીયાક ખાતે કયો મેળો ભરાય છે? જવાબ : નિષ્કલંક મહાદેવનો
3.  ભરવાડોનું કયુ નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે? જવાબ : હૂડો
4.   ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ : જૂનાગઢ
5.  ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? જવાબ : અર્થશાસ્ત્રમા
6.   મગધ સામ્રાજ્યની રાજધાની કયા સ્થળે હતી? જવાબ : પાટલીપુત્ર
7.   કયા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી? જવાબ : તક્ષશિલા
8.  કયા યુધ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? જવાબ : કલિંગ (ઉડીસા) ના યુધ્ધમાં
9.  સમ્રાટ અશોકે પોતાના પુત્ર પુત્રીને ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા? જવાબ : સીલોન (શ્રીલંકા)
10. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ : શ્રીગુપ્તે
11. કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદી પર બેઠો? જવાબ : ઈ.સ. ૩૩૦મા
12. ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? જવાબ : કુમારદેવી
13. કયો રાજા વિજેતા, સારો વહીવટકર્તા ઉપરાંત સંસ્કૃતિ, કળા ને ધર્મનો પોષક હતો? જવાબ : ચંદ્રગુપ્ત પહેલો
14.  કયા રાજાએ ગુપ્તસંવત શરુ કર્યો હતો? જવાબ : ચંદ્રગુપ્ત પહેલાએ
15.   વિવિધ પ્રકારના કલાત્મક સિક્કાઓ પ્રચલિત કરવાનું શ્રેય કયા રાજાને ફાળે જાય છે? જવાબ : ચંદ્રગુપ્ત પહેલાના
16.  સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? જવાબ : અલાહાબાદના
17.  ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીતપ્રેમી હતો? જવાબ: સમુદ્રગુપ્ત 
18.  ગુપ્તવંશના કયા રાજાએ કવીરાજનું બિરુદ મેળવ્યું હતું? જવાબ : સમુદ્રગુપ્ત
19. ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક કયો રાજા હતો? જવાબ : સમુદ્રગુપ્ત
20. કયા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે? જવાબ : ફાહ્યાનની
21.કયા યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? જવાબ : ગુપ્તયુગને
22. ગુપ્તયુગ દરમિયાન કયા ધર્મનું પુનરુત્થાન થયું હતું? જવાબ : હિંદુ
23.કયા મહાકવિના નાટકો અને કાવ્યો વિશ્વસાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે? જવાબ : કાલિદાસના
24.  ગુપ્તયુગમા કયા મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા? જવાબ : આર્યભટ્ટ
25.ગુપ્તયુગના કયા ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી? જવાબ : આર્યભટ્ટે
26. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ વરાહમિહિર
27. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? જવાબ : બૃહદ્સંહિતા
28.  ગુપ્ત સામ્રાજ્યના વહીવટનો સૌથી નાનો એકમ કયો હતો? જવાબ : ગ્રામ
29. પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? જવાબ : એન્ટાર્કટીકા
30. એન્ટાર્કટીકા ખંડ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા બરફ ધરાવે છે? જવાબ : ૯૦ ટકા
31. દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ ક્ષિતિજની સપાટીથી નીકળતા સૂર્યકિરણોના પરાવર્તનથી આકાશમાં દેખાતા રંગબેરંગી પટ્ટાઓને શું       કહે છે? જવાબ : સુમેરુ જ્યોતિ
32. એન્ટાર્કટીકા ખંડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ : પેંગ્વિન ભૂમિ
33. એન્ટાર્કટીકા ખંડમાં ભારતે કયુ સંશોધન કેન્દ્ર સ્થાપ્યું છે? જવાબ : ગંગોત્રી સંશોધન કેન્દ્ર
34.ઓસ્ટ્રેલિયા ખંડની વસ્તી ભારતના કયા રાજ્યની વસ્તી જેટલી છે? જવાબ : મધ્યપ્રદેશ
35.ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો મહાનગરોમાં રહે છે? જવાબ : ૯૦ ટકા
36.ઓસ્ટ્રેલિયાના મધ્યભાગમાંથી કયું વૃત પસાર થાય છે? જવાબ : મકરવૃત
37.ઓસ્ટ્રેલિયા ખંડ દુનિયાની કુલ ભૂમિના કેટલા ટકા ભૂમિ ધરાવે છે? જવાબ : ૭ ટકા
38.ઓસ્ટ્રેલિયાના કેટલા ટકા લોકો સમુદ્રી ખોરાકની નિકાસ સાથે સંકળાયેલા છે? જવાબ : ૩૧ ટકા
39.કયુ શહેર ઓસ્ટ્રેલિયાની રાજધાની છે? જવાબ : કેનબરા
40.ન્યુઝીલેન્ડની આબોહવા કયા દેશને મળતી આવે છે? જવાબ : ઇંગ્લેન્ડ

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -