knowledge, creative mind, Gujarat quize

Monday, March 7, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEMESTER: 1) Part-2

                                          Part-2


STANDARD: 6                     SUBJECT: SOCIAL SCIENCE
SEMESTER: 1                       OBJECTIVE QUESTIONS:


1.       પૃથ્વી પરના કટિબંધોને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે? જવાબ : ત્રણ
2.       પૃથ્વી પર કુલ કેટલા ભુમીખંડો આવેલા છે? જવાબ : સાત
3.       પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે? જવાબ : ચાર
4.       કયો ખંડ દક્ષિણધ્રુવ સુધી વિસ્તરેલો છે? જવાબ : એન્ટાર્કટીકા
5.       સંભવતઃ સૌથી પહેલા ઘઉં અને જવ ઉગાડવાનું ક્યાં પુરાતન સ્થળે શરુ થયા હોવાનું મનાય છે? જવાબ : મેહરગઢમા
6.       પુરાતત્વવિદોને ક્યાં પુરાતન સ્થળેથી ઘેટાં બકરા અને ગાયોના હાડકા વધુ પ્રમાણમાં મળ્યા છે?જવાબ : મેહરગઢમાંથી
7.       ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? જવાબ : પશ્ચિમ
8.       ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જવાબ : ૧૬૦૦
9.       ગુજરાતની વાયવ્ય સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : કચ્છ
10.   ભારતમાં ક્યાં રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે? જવાબ : ગુજરાત
11.    ભારતના રાજ્યોમાં વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ : સાતમું.
12.   ભૂપૃષ્ઠણી દૃષ્ટિએ ગુજરાતના કેટલા ભાગો પડે છે? જવાબ : પાંચ
13.   કચ્છનો ઘણો મોટો વિસ્તાર ક્યાં પ્રદેશનો બનેલો છે? જવાબ : રણપ્રદેશનો
14.   ગુજરાતની પૂર્વ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : દાહોદ
15.   ગુજરાતની પશ્ચિમ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : દેવભૂમિ દ્વારકા
16.   ગુજરાતની ઉત્તર સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : બનાસકાંઠા
17.   ગુજરાતની દક્ષિણ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : વલસાડ
18.   ગુજરાતની પશ્ચિમ બાજુએ શેની દરિયાઈ સીમા છે? જવાબ : અરબસાગરની
19.   ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર આશરે કેટલો છે? જવાબ : ૧,૯૬,૦૨૪, ચો કિમી.
20.    ગુજરાતના લગભગ મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે? જવાબ : કર્કવૃત્ત
21.   ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયો પ્રદેશ છે? જવાબ : મેદાન પ્રદેશ
22.   કચ્છનું રણ શું છે? જવાબ : ખારોપાટ
23.   હડપ્પા અને મોહેં-જો-દડો નગરો કઈ નદીની ખીણમાં વિસ્તરેલા હતા? જવાબ : સિંધુ
24.   હડપ્પન સંસ્કૃતિ આજથી આશરે કેટલા વર્ષો જેટલી પુરાતન છે? જવાબ : ૪૫૦૦
25.   કયા નગરની ગણના સિંધુખીણના મહતવના બંદર તરીકે થાય છે? જવાબ : લોથલની
26.   લોથલ અમદાવાદ જિલ્લાના ક્યાં  તાલુકામાં આવેલું છે? જવાબ : ધોળકા
27.   ગુજરાતમાં મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ : કચ્છ
28.   હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું? જવાબ : મોહેં-જો-દડોનું
29.   મોહેં-જો-દડો અને હડપ્પા નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ પહોળા હતા? જવાબ : ૩૩ ફૂટ
30.   સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવપ્રદ વિશિષ્ઠ લક્ષણ કયું છે? જવાબ : ભૂગર્ભ ગટરયોજના
31.       મોહેં-જો-દડો અને હડપ્પા નગરોમાં કઈ કળા ખુબજ વિકાસ પામી હતી? જવાબ : માટીના વાસણો બનાવવાની કળા
32.       માટીના સુંદર રમકડા હડપ્પીય સંસ્કૃતિના લોકોની કઈ બાબતનો નિર્દેશ કરે છે?જવાબ : તેઓ બાળપ્રેમી હતા.
33.       હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં મળી આવેલા સૌથી લાંબા અભીલેખમાં લગભગ કેટલા ચિહ્નો છે? જવાબ : ૨૬
http://chavdamehul58.blogspot.in 

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -