knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE ( SEM: 2) Part-3


                                                    
Part-3

STANDARD: 6          SUBJECT: SOCIAL SCIENCE          SEMESTER: 2


1.       જિલ્લા પંચાયતમા સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૩૧
2.       જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યાં નામે ઓળખાય છે? જવાબ : જિલ્લા વિકાસ અધિકારી
3.       પંચાયતીરાજની ત્રયેણ પંચાયતોની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? જવાબ : ૫ વર્ષ
4.       જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે? જવાબ : સામાજિક ન્યાય સમિતિ
5.       ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : બનાસકાંઠા
6.       કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે? જવાબ : ભાલપ્રદેશ
7.       ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : ખેડા
8.       ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ : જુનાગઢ
9.       ગુજરાતનો કયો પ્રદેશ  ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ : કાનમ પ્રદેશ
10.   ભારતમાં કપાસના ઉત્પાદનની બાબતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ : પહેલું
11.   ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ : ચરોતર વિસ્તાર 
12.   ગુજરાતના કૃષિવિકાસ માટે સૌથી અગત્યનું કારણ કયુ છે? જવાબ : સિંચાઈની સગવડો
13.   ગુજરાતની સૌથી મહત્વની સિંચાઈ યોજના કઈ છે? જવાબ : નર્મદા
14.   ગુજરામાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયુ છે? જવાબ : અમદાવાદ
15.   જુનાગઢ જિલ્લામાં કયા સ્થળે ખાંડનું કારખાનું છે? જવાબ : કોડીનાર
16.   ગુજરાતમાં દૂધસાગર દેરી ક્યાં આવેલી છે? જવાબ : મહેસાણા
17.   સિમેન્ટ ઉદ્યોગના ઉત્પાદન માટે કયો કાચો માલ વપરાય છે?  જવાબ : ચુનાનો પથ્થર અને ચિરોડી
18.   ગુજરાતમાં પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? જવાબ : વડોદરા
19.   ગુજરાત રીફાઈનરી કયા આવેલી છે? જવાબ : કોયલી
20.   ગુજરાતમાં ટાઈલ્સ ઉદ્યોગ કયા વિકસ્યો છે? જવાબ : મોરબી
21.   ગુજરાતમાં હીરા ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ : સુરત
22.   ગુજરાતમાં શાર્ક માછલીના  તેલની રીફાઈનરી ક્યાં આવેલી છે? જવાબ : વેરાવળ
23.   ગુજરાતમાં કાગળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ : તાપી
24.   ગુજરાતના કયા બંદરેથી  દેશ વિદેશમાં માલસામાનની આયાત નિકાસ થાય છે?  જવાબ : કંડલા
25.   ૧૫ હજારથી ૫ લાખ સુધીના વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે? જવાબ : નગરપાલિકા
26.   નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ : પ્રમુખ
27.   નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ : ચીફ ઓફિસર
28.   નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્ય સરકાર
29.   મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ :મેયર
30.   મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? જવાબ : અઢી વર્ષે

                                                        http://chavdamehul58.blogspot.in

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -