knowledge, creative mind, Gujarat quize

Friday, March 11, 2016

STANDARD:7 SUBJECTS:SOCIAL SCIENCE (SEM: 2) Part-1



Part-1

STANDARD:7    SUBJECTS:SOCIAL SCIENCE    SEM: 2

1.       પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? જવાબ : પટોળું
2.       પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હત? જવાબ : ચાવડા
3.       વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું હતું? જવાબ : સરસ્વતી
4.       ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સાંભળી? જવાબ : સોલંકી
5.       કયા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? જવાબ : સિદ્ધરાજ જયસિંહ
6.       કયા રાજાના સમયમાં અણહીલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું? જવાબ : સિદ્ધરાજ જયસિંહ
7.       કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી? જવાબ : કુમાળપાળના
8.       સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિંહાસન છોડી મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા? જવાબ : છ
9.       ગુજરાતમાં રાણીની વાવ કયા આવેલી છે? જવાબ : પાટણમાં
10.   રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? જવાબ : રાણી ઉદયમતીએ
11.   રાણીની વાવ કેટલા માળની છે? જવાબ : સાત
12.   કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા? જવાબ : રાજમાતા મીનળદેવી
13.   ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ કયા આવેલું છે? જવાબ : પાટણમાં
14.   ઈ.સ. ૧૧૭૮મા શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો? જવાબ : રાણી નાઈકીદેવીએ
15.   અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું? જવાબ : અહમદશાહે
16.   સોલંકીયુગના રાજતંત્રના વહીવટી વિભાગોમાં સૌથી મોટો વિભાગ કયા નામે ઓળખાતો હતો? જવાબ : મંડલ
17.   સોલંકીયુગમા ગુજરાતમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું? જવાબ : શૈવ
18.   સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયુ હતું? જવાબ :દ્વારકા
19.   વિમલવસિંહ મંદિર ક્યાં આવેલું છે? જવાબ : આબુ
20.   ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તીતોરણ ક્યાં સ્થળે આવેલું છે? જવાબ : વડનગર
21.   મધ્યયુગમા ગુજરાતમાં રાજપૂતવંશના શાસકોએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું? જવાબ : ૫૫૦ વર્ષ
22.   ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? જવાબ : મોસમી
23.   કયા રાજ્યમાં સૌથી વરસાદ પડે છે? જવાબ મેઘાલય અને ચેરાપુંજી
24.   કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે? જવાબ રાજસ્થાન
25.   દક્ષિણ ભારતમાં વધારે ઠંડી પડતી નથી કારણ કે ............ જવાબ : તે વિષુવવૃતથી નજીક છે.
26.   ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે? જવાબ : રાજસ્થાન
27.   ઉત્તર ભારતની નદી કઈ છે? જવાબ : બ્રહ્મપુત્ર
28.   કઈ નદી બિહારમાં થઈ વહે છે? જવાબ : કોશી
29.   કઈ નદી બંગાળાની ખાડીને મળે છે? જવાબ : ગોદાવરી
30.   નાગાર્જુન યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : કૃષ્ણા 

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -