knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD 7 SUBJECTS: SOCIAL SCIENCE (SEM: 1) Part-2



Part-2

STANDARD 7     SUBJECTS: SOCIAL SCIENCE          SEM: 1


1.       કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? જવાબ : ચોલ
2.       ચોલ વંશની રાજધાની કઈ હતી? જવાબ : તાંજોર
3.       શાકંભરી રાજ્યના શાસક અજયરાજે કયા નગરની સ્થાપના કરી હતી? જવાબ : અજયમેરું
4.       પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજરાસો કોણે રચ્યું છે? જવાબ : ચંદબરદાઈએ
5.       કલચુરીઓના ચેદી રાજ્યની રાજધાની કઈ હતી? જવાબ : ત્રિપુટી (તેવાર)
6.       મધ્યયુગ દરમિયાન અણહિલપુર પાટણમાં કયા વંશનું શાસન હતું? જવાબ : ચાવડા વંશનું
7.       ગોવિંદ ત્રીજો કયા વંશનો શાસક હતો? જવાબ : રાષ્ટ્રકૂટ વંશનો
8.       કયા વંશનું શાસન સ્ત્રીઓના હાથમાં હતું? જવાબ : પાંડ્ય વંશનું
9.       ચેર રાજ્યનું બીજું નામ શું છે? જવાબ : કેરલ
10.   ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? જવાબ : અથન બીજો
11.   ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે? જવાબ : ઉત્તર
12.   પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત કહે છે? જવાબ : ઉત્તર-દક્ષિણ
13.   કયા રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કહે છે? જવાબ : ૧૮૦ ને
14.   પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયુ છે? જવાબ : સુર્ય
15.   કુલ રેખાંશવૃતો કેટલા છે? જવાબ : ૩૬૦
16.   એક રેખાંશવૃતને સુર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે? જવાબ : ૪ મીનીટ
17.   જે રેખાંશવૃત બરાબર સુર્ય સામે આવે છે તે રેખાંશ પર આવેલા બધા સ્થળોએ કયો સમય ગણાય છે?
જવાબ : બપોરના ૧૨ વાગ્યાનો
18.   આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે? જવાબ : અલાહાબાદ
19.   કાશ્મીરના રાજા યશસ્કરની પસંદગી કોણે કરી હતી? જવાબ : બ્રાહ્મણોની મંડળીએ
20.   ગ્રામશાસનમા ન્યાય અંગેનો ભાર કોના શિરે રહેતો? જવાબ : ગામનો મુખી
21.   મહાકાવ્ય શિશુપાલવધ ની રચના કોણે કરી હતી? જવાબ : મહાકવિ માઘે
22.   નૈષધચરિત નામના મહાકાવ્યની રચના કોણે કરી હતી? જવાબ : કવિ શ્રી હર્ષે
23.   ઉત્તરરામચરિત નામના નાટકની રચના કોણે કરી હતી? જવાબ : ભવભૂતિએ
24.   કોણાર્કમા કયું મંદિર આવેલું છે? જવાબ : સૂર્યમંદિર
25.   કાશ્મીરમાં કયુ મંદિર આવેલું છે? જવાબ : માર્તંડ મંદિર
26.   ગુજરાતમાં સુર્યમંદિર કયા આવેલું છેં? જવાબ : મોઢેરામાં
27.   કૈલાશ મંદિર કયા આવેલું છે? જવાબ : ઈલોરાની ગુફાઓમાં
28.   મદુરાઈમાં કયુ મંદિર આવેલું છે? જવાબ : મીનાક્ષી મંદિર
29.   મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું?
જવાબ : ભીમદેવ સોલંકીનું 
30.   મહંમદ ગઝનીના અવસાન પછી ગઝની પ્રાંત પર કોનું શાસન સ્થપાયું? જવાબ : શાહબુદ્દીન ઘોરીનું

                              http://chavdamehul58.blogspot.com

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -