knowledge, creative mind, Gujarat quize

Creative Mind

Creative Mind

Creative Mind
મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન
Gujarat and India

Slide 3 Title Here

Gujarat History
Gujarat Police Old Constable Paper with answer

Slide 4 Title Here

Gujarat Police Old Constable Paper With Answer
Rગુજરાત ક્વિઝ ૧ થી ૧૫૦૦ પ્રશ્નો અને જવાબો

Slide 5 Title Here

Gujrat Quiz 1 To 1500 Question and Answer ગુજરાત ક્વિઝ ૧ થી ૧૫૦૦ પ્રશ્નો અને જવાબો

Thursday, February 4, 2016

Indian legacy


આપણો સાંસ્કૃતિક વારસો

વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની ર્દષ્ટિએ સૌથી મોટો ખંડ છે.
એશિયા ખંડમાં ભારત વિસ્તાર અને  વસ્તીમાં મોટો દેશ  છે.
ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.
સિંધુ ખીણની સંસ્કૃતિ ના લોકોથી આજ દીન સુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યું છે.
ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે?
ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષિઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરેએ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે.
માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે પાયાનો તફાવત ક્યો છે?
સંકૃતિ અને સભ્યતાનો છે.
સંસ્કૃતિનો અર્થ
માનવ મનનું ખેડાણ
ગુફા થી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા.
સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ જીવનશૈલી છે.
સંસ્કૃતિમાં વિચારો, બુદ્ઘિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યો નો સમાવેશ થાય છે.
ઇતિહાસવિદો અને વિચારકોના મતે
સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી.
ભારતિય સંસ્કૃતિ ઉપયોગીતાના સંદર્ભવાળી અને વ્યવસ્થિ અને આયોજનપૂર્વકની હતી.
ભારતિય સંસ્કૃતિ સત, ચિત અને આનંદ ની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી હતી.
ભારતીય સંકૃતિનું મુખ્ય ધ્યેય
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.
ભારતિય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો
અનેક વિચાર ધારાનું સંગમર્તીથ
બીજી સંસ્કૃતિના સારા પાસાઓનો  સ્વીકાર
પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે કોઇ  પણ પ્રજા પર આક્રમણ ર્ક્યું નથી.
(1) પ્રાચીનતા અને સાતત્ય
(2) વિવિધતામા એકતા
(3) સહિષ્ણુતા
(4) આધ્યાતમિકતા અને ભૌતિક વાદનો સંગમ
Read More

Daring ideas are like chessmen moved forward.
They may be beaten,
 but they may start a winning game.s
Read More

Indian Knowledge



General Knowledge
1)  ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોને ચડાઇ કરી ?
(A) અકબરે           (B) કનિષ્કે                (C) સિકંદરે     (D) મિનિડરે

2)  ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણો પૈકી એક લક્ષણ નથી?
(A) વિવિધતામાં એકતા     (B) સાંપ્રદાયિકતા       (C) આધ્યાત્મિકતા  (D) સહિષ્ણુતા

3)  હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જગત ભરમાં જાણીતુ છે?
(A) ગુલાબી રંગની        (B) કાળા રંગની     (C) લાલ રંગની    (D) લીલા રંગની

4 ) સંગીત પારિજાત ગ્રંથ કોણ લખ્યો હતો ?
(A)પંડિત અહોબલે    (B) પંડિત સારંગદેવ  (C) પંડિત નારદ  (D) પંડિત ભરત મુનિ

5)  થંજાવુર ખાતે ક્યા વંશની રાજધાની હતી?
(A) ગુપ્ત વંશ (B) પહલવ વંશ (C) સોલંકી વંશ   (D) ચોલ વંશ

6)  જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઇ મસ્જિદ બનાવી હતી
(A) જુમા મસ્જિદ (B) તાંતી પાડાની મસ્જિદ (C) જામા મસ્જિદ (D) અટાલા મસ્જિદ

7)  મસ્જિદના કિબલા (દીવાલ)ના અંતભાગને શુ કહેવામાં આવે છે ?
(A) લિવાન  (B) મક્સુરા     (C) મહેરાબ  (D) ગલિયારા

8)  ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો,રિવાજો અને નિયમો ક્યા ગ્રંથમાં આપવામાં આવ્યા છે?
(A) રામાયણ    (B) ધર્મ શાસ્ત્રો    (C) સ્મૃતિગ્રંથો     (D) પુરાણો

9)  મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે ક્યો ગ્રંથ રચ્યો હતો ?
(A) આમુક્તમાલ્યદા       (B) અષ્ટાધ્યાયી   (C) આમુક્ત કૃષ્ણરાય   (D) કૃષ્ણરાય ચરિત

10)  નીચેના પૈકી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો?
(A) શંકરાચાર્ય ભાષ્ય             (B) પાણિનિ અષ્ટધ્યાયી
(C) સોમદેવ શાંતિપુરાણ         (D) ભારવિ કિરાતાર્જુંનીયમ્

11)  ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે ર્ક્યો ?
(A) દયારામે   (B) પ્રેમાનંદે   (C) નરસિંહ મહેતાએ       (D) દલપતરામે

12)  પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?
(A) નાગાર્જુન    (B) વરાહમિહિર    (C) ચરક   (D) આર્યભટ્ટ

13)  નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?
(A) નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે.
(B) ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો
(C) આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.
(D) વરાહમિહિરે સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું સાચું કારણ પૃથીનો પડછાયો છે.

14)  ખજૂરાહોમાં ક્યા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિરો નિર્માણ થયુ છે?
(A) ચાલુક્ય વંશના રાજવીઓ      (B)ચંદેલ રાજવીઓ
(C)પલ્લવ રાજવીઓ                    (D) એક પણ નહિ

15)  કાંગડાનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે?
(A) મહારાષ્ટ્ર     (B) તનિલનાડુ    (C) બિહાર   (D) હિમાચલ પ્રદેશ

16)  ભવનાથનો મેળો ક્યા ભરાય છે?
(A) ભાવનગર          (B) સુરેન્દ્રનગર        (C) જૂનાગઢ     (D) પાવાગઢ

17)  નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો ?
(A) બૃહદેશ્ર્વરનું મંદિર થંજાવુર                      (B) વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ
(C) ચોસઠ યોગિનીનું મંદિર મહાબલિપુરમ્      (D) ખજૂરાહોનું મંદિર મધ્ય પ્રદેશ

18)  ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?
(A) પર્યાવરણ ખાતાને  (B) પ્રવાસન ખાતાને  (C) પર્યટન ખાતાને  (D) પુરાતત્વ ખાતાને

19)  નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન ખરું છે,તે જણાવો?
(A) રાષ્ટ્રીય સંગ્રાહલય નવી દિલ્લી
(B) ભારતીય સંગ્રાહલય મુંબઇ
(C) પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રાહલય કોલકાતા
(D) સાલારરગંજ સંગ્રાહલય ભોપાલ

20)  ક્યું પરિબળ જમીનની પરિપક્વતા નક્કી કરે છે?
(A)  સમયગાળો    (B) આબોહવા   (C) ખવાણ અને ધોવાણ  (D) ભૂમિનો ઢાળ

21)  ભારતમાં ચિત્તો કઇ કક્ષાનું પ્રાણી છે?
(A) લુપ્ત    (B) વિનાશના આરે   (C) ભયના આરે   (D) વિરલ

22)  ભારતે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?
(A)ઇ.સ. 1952      (B)ઇ.સ. 1972        (C) ઇ.સ. 1988    (D) ઇ.સ. 1975

23)  ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે?
(A) 50%       (B) 35%     (C) 75%   (D) 62%

24)  વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત ક્યા ક્રમે આવે છે?
(A) પ્રથમ ક્રમ          (B) બીજા ક્રમે      (C) ત્રીજા ક્રમે     (D) ચોથા ક્રમે

25)  ભારતમાં લગભગ કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે?
(A) 72%        B) 64%     (C) 52%         (D) 26%

 26)  નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે?
(A) તમાકુ     (B) બાજરી   (C) ઘઊં   (D) જુવાર

27)  મહાનદી કયા રાજયની નદી છે?
(A) ઝારખંડ   (B) ગુજરાત   (C) મધ્ય પ્રદેશ   (D) ઓરિસ્સા

28)  ગ્રૅન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?
(A) ગોદાવરી     (B) કાવેરી     (C) કૃષ્ણા   (D) સતલુજ

29)  ગુજરાતના ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે?
(A) અમરેલી      (B) જૂનાગઢ        (C) ભાવનગર    (D) જામનગર

30)  ક્યા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડમર મળે છે?
(A)લિગ્નાઇટ    (B) ઍન્થ્રસાઇટ     (C) પીટ     (D) બિટ્યુમિનસ

31)  નીચેમાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો?
(A) ગુજરાત કાકરાપાર               (B) તમિલનાડુ કલ્પક્કમ્
(C) કર્ણાટક રાવતભાટા                   (D) મહારાષ્ટ્રા તારાપુર

32)  વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં ક્યો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે?
(A) બ્રાઝિલ         (B) ભારત     (C) અમેરિકા    (D) યૂ.કે

33)  ભારતમાં સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે?
(A) રસાયણ ઉદ્યોગ       (B) રાસાયણિક ખાતર ઉદ્યોગ
(C) સિમેન્ટ ઉદ્યોગ        (D) કાગળ ઉદ્યોગ

34)  નીચેમાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો?
(A)  ભિલાઇ લોખંડ પોલાદ કેન્દ્ર ઇંગ્લેન્ડના સહયોગથી
(B) રાઉકેલાવ પોલાદ કેન્દ્ર જર્મનીના સહયોગથી
(C) દુર્ગાપુર પોલાદ કેન્દ્ર બ્રિટનના સહયોગથી
(D) બોકારો પોલાદ કેન્દ્ર રશિયાના સહયોગથી

35)  ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે. ?
(A) અમદાવાદ      (B) કંડલા      (C) જામનગર     (D) અમરેલી

36)  ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે?
(A) શણ ઉદ્યોગ                    (B) લોખંડ-પોલાદ
(C) ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ       (D) સુતરાઉ કાપડ ઉદ્યોગ

37)  વ્યાપાર પ્રવૃતિએ ક્યા પ્રકારની આર્થિક પ્રવૃતિ છે?
(A) તૃતીય      (B) પ્રાથમિક           (C) દ્વિતિય         (D) માધ્યમિક

38)  નીચેના પૈકી ક્યા દેશમાં સમાજવાદી પધ્ધતિ પ્રવર્તે છે?
(A) ચીન     (B) ભારત          (C) જાપાન           (D) અમેરિકા

39)  નીચેના પૈકી ક્યા ઉત્પાદનના સાધન છે?
(A) જમીન          (B) મૂડી          (C) નિયોજક     (D) આપેલ બધાજ

40)  ભારત સરકારે કઇ સાલમાં વાયુ-પ્રદુષણ ધારો પ્રસાર ર્ક્યો?
(A) ઇ.સ. 1972માં     (B) ઇ.સ. 1981માં     (C) ઇ.સ. 1985માં    (D) ઇ.સ.1990માં

41)  ગુજરાતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો ક્યા કારણથી થયો છે?
(A)માનવ સંસાધન વિકાસ              (B) અનાજ વિતરણ વ્યવસ્થા
(C) ઉદ્યોગીક વિકાસ                             (D)કૃષિવિકાસ

42)  રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે?
(A) ભાવવધારો       (B) વસ્તીવધારો     (C) ખરીદશક્તિમાં વધારો    (D) મૂડીવધારો

43)  વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકારદિનની ઉજવણી ક્યારે થાય છે?
(A) 6 જૂને      (B) 10 ડિસેમ્બર     (C) 15 માર્ચ      (D) 6 જાન્યુઆરી

44)  CAC નામની આંતર રાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
(A) પૅરિસ      (B) જિનીવા     (C) ન્યૂ યૉર્ક    (D) રોમ

45)  ઉચ્ચ વિકાસ ધરાવતા 57 દેશોમાં ક્યો દેશ પ્રથમ ક્રમે આવેશે?
(A) અમેરિકા      (B) સ્વિટ્ઝર્લેન્ડ       (C) નોર્વે       (D) ઑસ્ટ્રેલિયા

46)  ઇ.સ ……… માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.
(A) 1990      (B) 1999       (C) 1991     (D) 1994

47)  ભારતની સામાજિક સંરચના ………. પર આધારિત છે.
(A) જ્ઞાતિવાદ       (B) ધર્મવાદ     (C) કોમવાદ    (D) સમાજવાદ

48)  નીચેમાંથી એક જોડકું ખરું નથી. તે શોધી ઉત્તર લખો?
(A) એ.ટી.ટી.એફ ત્રિપુરા    (B) નક્સલવાદી પ્રવૃતિ પશ્વિમ બંગાળા
(C) યુ.એમ.એફ. અસમ       (D) એન.એસ.સી.એન. બોડોલેન્ડ

49)  નાગરિકનું અનિવાર્ય લક્ષણ ક્યું છે?
(A) અસમાનતા      (B) અધિકારો     (C) ફરજ      (D) સાંપ્રદાયિકતા

50)  સરકાર વિકલાંગને બાળકોને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપેશે ?
(A) 14 વર્ષ       (B) 17 વર્ષ       (C) 15 વર્ષ     (D) 18 વર્ષ
 
Read More

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -